(રચયિતા – પ.પૂ.ગણિવર્ય શ્રી ઉદયરત્ન મ.સ.)
વાગે શરણાઈ કેરા સુર રે,
આખું જગત થયું ચકચૂર રે…
હે.. ઘેલીરે થઇ સહુ દેવોની દુનિયા
ઋષભના રૂપ થી મજબૂર રે… (૨ વાર)
વાગે શરણાઈ…
સૂરપતી વિનવે વ્હાલા કરૂણા ના ક્યારા,
વિતરાગી આદિશ્વર આદિ કરનારા
હે.. લોકો ને કાજ કરો વિવાહ પહેલો
દેવો ને દાનવો આતુર રે… (૨ વાર)
વાગે શરણાઈ…
નાભિના લાલ નામે ચૂંદડી લાલ રે,
સિંદૂર ને કંકુ વળી સઘળુએ લાલ રે
હે.. લચકાતી ચાલ વાળી કન્યા ની આંખ માં
સપનાના રંગો ભરપૂર રે…(૨ વાર)
વાગે શરણાઈ…
માંડવડો બાંધ્યો રૂડો વિનીતા ને આંગણે,
નંદા-સુમંગલા નાં હૈયા ને બારણે
હે.. અગ્ની ની શાખે વળી અપ્સરા ના ગાન થી,
“ઉદય" ઉલ્લાસ થી મશગુલ રે…
વાગે શરણાઈ…
(रचयिता – प.पू.गणिवर्य श्री उदयरत्न म.स.)
वागे शरणाई केरा सुर रे,
आखुं जगत थयुं चकचूर रे…
हे.. घेलीरे थइ सहु देवोनी दुनिया
ऋषभना रूप थी मजबूर रे… (२ बार)
वागे शरणाई…
सूरपती विनवे व्हाला करूणा ना क्यारा,
वितरागी आदिश्वर आदि करनारा
हे.. लोको ने काज करो विवाह पहेलो
देवो ने दानवो आतुर रे… (२ बार)
वागे शरणाई…
नाभिना लाल नामे चूंदडी लाल रे,
सिंदूर ने कंकु वळी सघळुए लाल रे
हे.. लचकाती चाल वाळी कन्या नी आंख मां
सपनाना रंगो भरपूर रे… (२ बार)
वागे शरणाई…
मांडवडो बांध्यो रूडो विनीता ने आंगणे,
नंदा-सुमंगला नां हैया ने बारणे
हे.. अग्नी नी शाखे वळी अप्सरा ना गान थी,
“उदय" उल्लास थी मशगुल रे… (२ बार)
वागे शरणाई…



