અરિહંતના ધ્યાને અરિહંત બની જશો (૨ વાર),
જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો,
જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો
વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો (૨ વાર),
જિનની વાણી સુણતાં સાચા જૈન બની જશો,
જિનની વાણી સુણતાં સાચા જૈન બની જશો
આ સંસારે ભમતાં ભમતાં ચાહે પ્રાણી સુખને,
સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને,
પ્રભુનાં ચરણે રહેતાં રહેતાં સુખી બની જશો,
જિનની ભક્તિ…
સ્વારથની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે,
કોઈક દુઃખમાં દૂર થાયે તો કોઈક વધુ રિબાવે,
પ્રભુના પંથે વહેતાં વહેતાં સંત બની જશો,
જિનની વાણી…
પરમકૃપાળુ તુજને પામી બીજે શાને જાવું,
ભ્રમર બની ઈયળની પેરે એક જ તુજને ધ્યાવું,
વીર પ્રભુને ગાતાં ગાતાં મહાન બની જશો,
જિનની ભક્તિ…
अरिहंतना ध्याने अरिहंत बनी जशो (२ बार),
जिननी भक्ति करतां करतां जिन बनी जशो,
जिननी भक्ति करतां करतां जिन बनी जशो
वीर प्रभुना ध्याने महावीर बनी जशो (२ बार),
जिननी वाणी सुणतां साचा जैन बनी जशो,
जिननी वाणी सुणतां साचा जैन बनी जशो
आ संसारे भमतां भमतां चाहे प्राणी सुखने,
सुखनी पाछळ दोट मूके पण पामे भारे दुःखने,
प्रभुनां चरणे रहेतां रहेतां सुखी बनी जशो,
जिननी भक्ति…
स्वारथनी आ दुनिया केवी सुखमां भाग पडावे,
कोईक दुःखमां दूर थाये तो कोईक वधु रिबावे,
प्रभुना पंथे वहेतां वहेतां संत बनी जशो,
जिननी वाणी…
परमकृपाळु तुजने पामी बीजे शाने जावुं,
भ्रमर बनी ईयळनी पेरे एक ज तुजने ध्यावुं,
वीर प्रभुने गातां गातां महान बनी जशो,
जिननी भक्ति…





