હે દેવ મ્હારા આજથી તારો બનીને જાઉં છુ
દિલડાના દેવ મારા દિલ દઈને જાઉં છુ
મુજ મનડા કેરી ભક્તિ ની હું મહેક મુકતો જાઉં છુ
અંતર ના આપેલ આશિષ અંતર માં લઇ ને જાઉં છુ
હે વારે વારે મળવાનો તને ક્હોલ દઈને જાઉં છું
નિભાવવાનો ભાર તમારે શિરે મુકતો જાઉં છુ
હે શ્વાસે શ્વાસે નામ જપીશ હું ભાવ ધરીને જાઉં છુ
જુગ જુગ જીવ હો ઝાજી ખમ્મા મહેક મુકતો જાઉં છુ
卐
દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, નેત્ર મારાં ઠરે છે,
ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારું ઘરે છે॥
આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલ્લસે છે,
આપો એવું બળ હૃદયમાં માહરી આશા એ છે॥
卐
દયા સિંધુ ! દયા સિંધુ ! દયા કરજે દયા કરજે !
હવે આ જંજીરો માંથી, મને જલ્દી છુટો કરજે
નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા
વર્ષાવી પ્રેમની ધારા, ર્હદય ની આગ બુજવજે॥
हे देव म्हारा आजथी तारो बनीने जाउं छु
दिलडाना देव मारा दिल दईने जाउं छु
मुज मनडा केरी भक्ति नी हुं महेक मुकतो जाउं छु
अंतर ना आपेल आशिष अंतर मां लइ ने जाउं छु
हे वारे वारे मळवानो तने क्होल दईने जाउं छुं
निभाववानो भार तमारे शिरे मुकतो जाउं छु
हे श्वासे श्वासे नाम जपीश हुं भाव धरीने जाउं छु
जुग जुग जीव हो झाजी खम्मा महेक मुकतो जाउं छु (२ बार)
卐
देखी मूर्ति श्री पार्श्व जिन नेत्र मारा ठरे छे
ने आ हैयुं फरी फरी प्रभु ध्यान तारु धरे छे॥
आत्मा मारो प्रभु तुज कने आववा उल्लसे छे
आपो एवु बल हृदयमां माहरी आश ए जे!॥
卐
दया सिंधु दया सिंधु, दया करजे दया करजे;
मने आ जंजीरो मांथी, हवे जल्दि छूटो करजे;
नथी आ ताप सहेवातो, भभूकी कर्मणि ज्वाला;
वरसावी प्रेमनी धारा, हृदय की आग बुझावजे॥
卐
Dekhi Murti Shree Parswa Jin Ni, Netra Mara thare chhe,
Ne Aa Haiyu fari fari prabhu, dhyan taru dhare chhe,
Aatma maro prabhu tujak ne, aav va ullase chhe,
Aapo Evu bal raday ma, mahari aash e chhe!!
卐
Daya Sindhu Daya Sindhu, Daya Karje Daya Karje,
Mane Aa Jan Jilo Ma Thi, Have Jaldi Chutto Karje,
Nathi Aa Taap Sehvato, Bhaghu Ni Karma Nijvarda,
Varsavi Prem Ni Dhara, Hraday Ni Aag Bhujhav Je.


