ઓ વીર ! તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારં
તારા શાસન કાજે જીવ ફીટવાની હિંમત ધારું
તારા શાસન કાજે મરી ફિટવાની હિંમત ધારૂં…
વંદે શાસનમ્…
વૈશાખ સુદ અગિયારસ દિવસે શાસન સ્થાપ્યું તેં તો
ભવ તરવા કાજે એ નાવડું તરતું મુક્યું તેં તો
જન્મ્યા અમે જિનશાસન માંહી… ગૌરવ એનુ ધારું…
વંદે શાસનમ્…
ચોર લુટારૂં, ડાકું તર્યા તારા આ શાસનથી
આશા છે નિશ્ચય અમે તરશું, ભીમ ભયંકર ભવથી
લોહી તણાં આ બુંદે બુંદે… શાસન પ્રેમ વધારૂં…
વંદે શાસનમ્…
તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી
અંગે અંગે વ્યાપી ગઈ છે જિનશાસન ખુમારી
પ્રાણ અમારો ઋણ તમારું… ઓ વીર ! શાસન તારું…
વંદે શાસનમ્…
વિષયો કેરી આગને ઠારે શાસનરુપી પાણી
પાપીને પણ પુનિત કરતી વીરની મધુર વાણી
રગરગ માંહી નસ નસ માંહી… વસજો શાસન તારું…
વંદે શાસનમ્
જુગ જુગ સુધી જગહિત કાજે જિવો આ જિનશાસન
એના ચરણે ધરશું અમે આ તન મન ને આ નર જીવન
શાસન કેરી જ્યોતિ કાપે, પાપ તણું અંધારું…
વંદે શાસનમ્…
શાસન કેરે ભક્તિ કરતાં દેહ ભલે છૂટી જાતો
મોત મલે શાસન ખાતર અંગે હરખ ન માતો
જયવંતુ જિનશાસન પામી… લાગે જગ આ ખારું…
વંદે શાસનમ્…
ओ वीर ! तारुं शासन मुजने प्राण थकी पण प्यारं
तारा शासन काजे जीव फीटवानी हिंमत धारुं
तारा शासन काजे मरी फिटवानी हिंमत धारूं…
वंदे शासनम्…
वैशाख सुद अगियारस दिवसे शासन स्थाप्युं तें तो
भव तरवा काजे ए नावडुं तरतुं मुक्युं तें तो
जन्म्या अमे जिनशासन मांही… गौरव एनु धारुं…
वंदे शासनम्…
चोर लुटारूं, डाकुं तर्या तारा आ शासनथी
आशा छे निश्चय अमे तरशुं, भीम भयंकर भवथी
लोही तणां आ बुंदे बुंदे… शासन प्रेम वधारूं…
वंदे शासनम्…
तुज शासननी रक्षा काजे कुरबानी छे मारी
अंगे अंगे व्यापी गई छे जिनशासन खुमारी
प्राण अमारो ऋण तमारुं… ओ वीर ! शासन तारुं…
वंदे शासनम्…
विषयो केरी आगने ठारे शासनरुपी पाणी
पापीने पण पुनित करती वीरनी मधुर वाणी
रगरग मांही नस नस मांही… वसजो शासन तारुं…
वंदे शासनम्
जुग जुग सुधी जगहित काजे जिवो आ जिनशासन
एना चरणे धरशुं अमे आ तन मन ने आ नर जीवन
शासन केरी ज्योति कापे, पाप तणुं अंधारुं…
वंदे शासनम्…
शासन केरे भक्ति करतां देह भले छूटी जातो
मोत मले शासन खातर अंगे हरख न मातो
जयवंतु जिनशासन पामी… लागे जग आ खारुं…
वंदे शासनम्…


