વંદના વંદના તપધર્મને હો વંદના,
વંદના વંદના તપસ્વીહો વંદના
સર્વ શાસ્ત્રના સાર સમ, તપને કરું હું વંદના,
મુક્તિના આગાર સમ, તપને કરું હું વંદના,
સદ્દગતિ કેરા દ્વાર સમ, તપને કરું હું વંદના
વંદના વંદના…
દેવ તણા વિમાન સમ, તપને કરું હું વંદના
સર્વ ગુણો ના મુલ સમ, તપને કરું હું વંદના
ભવકંટક માં ફૂલ સમ, તપને કરું હું વંદના
સોનામાં સુગંધ સમ, તપને કરું હું વંદના
વંદના વંદના…
પૂનમ કેરા ચંદ સમ, તપને કરું હું વંદના
મોહને કેરો મંદ સમ, તપને કરું હું વંદના
અંધને મળતી આંખ સમ, તપને કરું હું વંદના
કલ્પતરુ ની શાખ સમ, તપને કરું હું વંદના
વંદના વંદના…
જન્મ મરણની વેદના હરનાર તપને વંદના,
દુર્ગતિઓ ના ત્રાસને ચુરનાર તપને વંદના,
દર્શન-જ્ઞાન-ચરિત્ર અર્પણકાર તપને વંદના,
આતમ વસ્ત્રના મેલને ધોનાર તપને વંદના
વંદના વંદના…
वंदना वंदना तपधर्मने हो वंदना,
वंदना वंदना तपस्वीहो वंदना
सर्व शास्त्रना सार सम, तपने करुं हुं वंदना,
मुक्तिना आगार सम, तपने करुं हुं वंदना,
सद्दगति केरा द्वार सम, तपने करुं हुं वंदना
वंदना वंदना…
देव तणा विमान सम, तपने करुं हुं वंदना
सर्व गुणो ना मुल सम, तपने करुं हुं वंदना
भवकंटक मां फूल सम, तपने करुं हुं वंदना
सोनामां सुगंध सम, तपने करुं हुं वंदना
वंदना वंदना…
पूनम केरा चंद सम, तपने करुं हुं वंदना
मोहने केरो मंद सम, तपने करुं हुं वंदना
अंधने मळती आंख सम, तपने करुं हुं वंदना
कल्पतरु नी शाख सम, तपने करुं हुं वंदना
वंदना वंदना…
जन्म मरणनी वेदना हरनार तपने वंदना,
दुर्गतिओ ना त्रासने चुरनार तपने वंदना,
दर्शन-ज्ञान-चरित्र अर्पणकार तपने वंदना,
आतम वस्त्रना मेलने धोनार तपने वंदना
वंदना वंदना…



