રાગ : હે શંખેશ્વર સ્વામી
હે શાસન દેવીમાં , તમે શાસનદેવીમાં
તપસ્વીને આંગણે પધારો (૨ વાર) શાતા કરજો માં
હે શાસન…
અવસરે અવસરે આવીને માં રક્ષા કરજો માં (૨ વાર)
રાતદિવસ એ ઝંખે (૨ વાર) દર્શન દેજો માં
હે શાસન…
ધૂપ જલાવું દીપ જલાવું આંગી રચાવું માં (૨ વાર)
થાળ ભરીને લાવું (૨ વાર) મોતીડે વધાવુ માં
હે શાસન…
ઘરઘર આવી તપસ્યા ઉજાળો શાતા આપો માં (૨ વાર)
આવીને શાસન દીપાવો (૨ વાર) પ્રેમે પધારો માં
હે શાસન…
તોરણ બંધાવું સાથિયા પુરાવું દીપ જલાવું માં (૨ વાર)
કુમકુમ પગલે પધારો (૨ વાર) આશિષ દેજો માં
હે શાસન…
સોના રૂપાના ફૂલડે વધાવું શ્રીફળ ચડાવું માં (૨ વાર)
સંઘ ના બધા ભક્તો (૨ વાર) દર્શન ઝંખે માં
હે શાસન…
राग: हे शंखेश्वर स्वामी
हे शासन देवीमां , तमे शासनदेवीमां
तपस्वीने आंगणे पधारो (२ वार) शाता करजो मां
हे शासन…
अवसरे अवसरे आवीने मां रक्षा करजो मां (२ वार)
रातदिवस ए झंखे (२ वार) दर्शन देजो मां
हे शासन…
धूप जलावुं दीप जलावुं आंगी रचावुं मां (२ वार)
थाळ भरीने लावुं (२ वार) मोतीडे वधावु मां
हे शासन…
घरघर आवी तपस्या उजाळो शाता आपो मां (२ वार)
आवीने शासन दीपावो (२ वार) प्रेमे पधारो मां
हे शासन…
तोरण बंधावुं साथिया पुरावुं दीप जलावुं मां (२ वार)
कुमकुम पगले पधारो (२ वार) आशिष देजो मां
हे शासन…
सोना रूपाना फूलडे वधावुं श्रीफळ चडावुं मां (२ वार)
संघ ना बधा भक्तो (२ वार) दर्शन झंखे मां
हे शासन…



